આ એક મોબાઈલ નંબર છે જેના પર તમે અમને WhatsApp પર ચેક કરવા માટે મેસેજ ફોરવર્ડ કરી શકો છો. તમે કોઈપણ સામગ્રી (ફોટો, ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અથવા આ તમામે તમામ સ્વરૂપોનું મિશ્રણ કહી શકાય તેવી સામગ્રી પણ) શેર કરી શકો છો જે તમને શંકાસ્પદ લાગે છે અને તેનું તથ્ય તથા સત્ય તપાસવાની જરૂર છે. તમે સોશિયલ મીડિયા પોસ્ટ્સની લીંક્સ પણ શેર કરી શકો છો. અમે તેવી શંકાસ્પદ માહિતીઓનું તથ્ય તેમજ સત્ય તપાસવાનો પ્રયત્ન કરીશું અને તેને તમને પરત મોકલીશું.
તમને શંકાસ્પદ લાગે તેવા સંદેશાઓ કે તેની લીંક્સ તમે BOOM ફેકટચેક ટીપલાઈન નંબર પર ફોરવર્ડ કરો, ત્યારબાદ ખાતરી કરો કે તમે તેને ટેક્સ્ટ સંદેશ દ્વારા નહીં પરંતુ WhatsAppનાં માધ્યમ થકી મોકલો છો.
તે સંદેશ પર આધાર રાખે છે. જો અમે પહેલેથી તમારા દ્વારા મોકલવામાં આવેલી માહિતી પર કોઈ કાર્યવાહી કરેલી હશે અને જો કોઈ તથ્ય કે સત્યની તપાસી એ મુદ્દે અમારા દ્વારા કરવામાં આવેલી હશે, તો તમને તરત જ જવાબ મળશે. જો તમારા દ્વારા મોકલવામાં આવેલી માહિતીની તથ્ય-સત્ય તપાસ બાકી હશે, તો અમને મળેલી ક્વેરીઝની સંખ્યાનાં આધારે અમે સામાન્ય રીતે આવી સત્ય-તથ્ય તપાસ માટે એક દિવસ અથવા થોડા દિવસો લઈએ છીએ.